સિહોર – સોહામણું શહેર

Sihor Sohamanu Shaher
31 Flares Twitter 0 Facebook 0 Google+ 31 31 Flares ×

સિહોર – સોહામણું શહેર, જે સૌરાષ્ટ્ર મા છોટા કાશી ના નામે પણ ઓળખાય છે.

તોહ શું છે સિહોર મા કે લોકો જેને કાશી સમાન પવિત્ર સ્થળ મનાય છે? ચાલો હું તમને આજે મારા સિહોર વિષે જણાવું.

ગૌતમી નદી ના કાઠે વસેલું સિહોર, એક જમાના મા ગોહિલ રાજપૂત ની રાજધાની હતી, જેને સિંહપુર ના નામે પણ ઓળખવા મા આવતુ. પથરાળ ડુંગરાઓ ની વચ્ચે પથરાયેલું સિહોર મા ઘણી પુરાંત કથા ઓ પણ છુપાયેલી છે, જેમા ભક્તિ મોખરે સ્થાને છે.

ગૌતમી નદી ના કિનારે, ગૌતમ ઋષિ એ કઠોર તપસ્યા કરી અને મહાદેવે એ તેમને દર્શન આપ્યા. મહાદેવ ના દર્શન થાકી ગૌતમ ઋષિ નું જીવન પાવન થઇ ગયું અને મહાદેવ પાસે એને એની ભક્તિ ના આશીર્વાદ માંગ્યા. આવી ભક્તિ થી પ્રસન થઇ ને ભગવાન શંકર એ આશીર્વાદ આપ્યા અને સ્વયં પ્રગટ થઇ ને શિવલીંગ ની સ્થાપના કરી જેનું નામકરણ ગૌતમ ઋષિ ના નામ પર જ થયું। “સ્વયંભુ શ્રી ગૌતમેશ્વર મહાદેવ”

ગૌતમ ઋષિ ની ભક્તિ અને શક્તિ થી સિહોર પાવન થયુ.

Gautmeshwar Mahadev Temple

Gautmeshwar Mahadev Temple

સિહોર મા હરેક ઉત્સવ આનંદ થી મનાવાય છે, પણ સિહોર માં શ્રાવણ મહિના નું કાઈક ખાસ જ મહત્વ છે.

અહિયાં, નવનાથ બીરાજમાન છે. સિહોર ના આજુ બાજુ ના શહેરો અને દુર થી પણ લોકો શ્રાવણ માસ મા સિહોર આવી નવનાથ ની યાત્રા કરે છે. કહેવા મા આવે છે કે શ્રાવણ મહિના મા નવનાથ યાત્રા કરવા થી તમારી મન ની ઇચ્છાઓ પૂરી થાય એવા ભગવાન શંકર પાસે થી આશીર્વાદ મળે છે.

ભાવ, ભક્તિ અને શક્તિ મળી સિહોર ને પાવન અને પવિત્ર બનાવે છે, અને આ જ કારણ ના લીધે આજે સિહોર અને એમના લોકો મા બધા માટે ભાવ, અંત ના આવે એટલી ભક્તિ અને અઠળક શક્તિ છે.

તો અમે પણ કહીએ, “પધારો સિહોર અને આ આનંદમય વાતાવરણ મા ડૂબી જાઓ”

31 Flares Twitter 0 Facebook 0 Google+ 31 31 Flares ×

Leave a Reply