માંડ-માંડ ગુજરાતમાં ગ્રૅજ્યુએટ થયેલી મમ્મી ના શબ્દો માં ગુજલીશ રામાયણ

11 Flares Twitter 0 Facebook 11 Google+ 0 11 Flares ×

માંડ-માંડ ગુજરાતમાં ગ્રૅજ્યુએટ થયેલી મમ્મી તેના દસ વરસના છોકરાને કેવી મૉડર્ન રામાયણ ગુજલિશ ભાષામાં સંભળાવે છે. આ લેટેસ્ટ રામાયણના શબ્દશ: સવાલ-જવાબ વાંચી લ્યો. મજા પડશે.

સન : મૉમ, વૉટ ઇઝ ધ સ્ટોરી ઑફ ‘રામાયના? પ્લીઝ ટેલ.’

મૉમ : ઓહ માય ડિયર સન, આઇ ચોક્કસ ટેલિસ બટ આઇ ઍમ કમિંગ આફ્ટર વાસણ વૉશિંગ, ઓ.કે.! (આફ્ટર પંદર મિનિટ બ્રેક)

સન : મૉમ, હૂ રોટ ધિસ રામાયના?

મૉમ : બેટા, રામાનંદ સાગર મેક ધ રામાયણ.

સન : ઓહ, આઇ સી, ટેલ ધ હોલ સ્ટોરી, પ્લીઝ.

મૉમ : બેટા, લૉન્ગ વરસો બિફોર દેવતા’ઝ ઍન્ડ દાનવ’ઝ આર ફાઇટિંગ યુ નો!

સન : વાઉ, લાઇવ રેસલિંગ!

મૉમ : યા… યા… સન, બટ રેસલિંગમાં ઓન્લી ટૂ ઇઝ ફાઇટિંગ ઍન્ડ દેવ દાનવમાં લૉટ્સ ઑફ ફાઇટિંગ.

સન : ઓહ ઇન્ટ્રેસ્ટિંગ!

મૉમ : ઍટ ધૅટ ટાઇમ અયોધ્યા’ઝ કિંગ દશરથ હેલ્પ્ડ દેવતા’ઝ ઍન્ડ જીતિંગ ધ યુદ્ધ ઍન્ડ યુ નો દશરથને થ્રી રાણી વૉઝ! ફર્સ્ટ કૌશલ્યા, સેકન્ડ કૈકેયી અને થર્ડ સુમિત્રા.

સન : વાઉ! વૉટ અ લકી કિંગ દશરથ વૉઝ! મૉમ, વન ક્વેશ્ચન. હાઉ કૅન કિંગ દશરથ ટેક કૅર ઑફ ઑલ થ્રી? વાઇલ માય પાપા કૅન નૉટ ટેક કૅર ઑફ ઓન્લી વન?

મૉમ : ઈ કાંઈ વચમાં માથાકૂટ ડોન્ટ કરિંગ. નહીંતર આઇ વિલ ફરગેટ વારતા. લિસન ટુ મી, રામ વેડ્સ સીતા અને અયોધ્યાવાસી વૉઝ હૅપ્પી-હૅપ્પી યુ નો.

સન : આઇ સી… મૉમ ડિડ ધે ગેટ મૅરિડ ઇન ચર્ચ?

મૉમ : નો… નો… માય સન ધે મૅરિડ ઑન ધેર ઓન ખર્ચ. યુ નો ધેન કૈકેયી વૉઝ ફ્રસ્ટ્રેટ ઍન્ડ પ્લેઇંગ પૉલિટિક્સ.

સન : ઓહ, પૉલિટિક્સ લાઇક પ્રેસિડન્ટ ઓબામા?

મૉમ : યા યા એપ્સનૂટલી લાઇક ઓબામા! કૈકેયી ગોઇંગ ટુ દશરથ ઍન્ડ ડિમાન્ડિંગ ધ હસબન્ડ ડોનેટ. (વર + દાન = હસબન્ડ + ડોનેટ) ધેટ ભરત વિલ બી ધ પ્રેસિડન્ટ ઑફ અયોધ્યા ઍન્ડ રામ વિલ ગોઇંગ ઇન્ટુ જંગલ.

સન : મૉમ જંગલ મીન્સ ફૉરેસ્ટ?

મૉમ: યા, યા. આઇ ઍમ સૉરી રામ ગોઇંગ ટુ ફોરેસ્ટ.

સન : ઓહ માય ગૉડ. આય સી, રામ વૉઝ ધ પાયોનિયર ઑફ ડિસ્કવરી ચૅનલ ઍન્ડ નૅશનલ જિયોગ્રાફી ચૅનલ, રાઇટ મૉમ?

મૉમ : ડોન્ટ વચમાં પૂછ-પૂછ કરિંગ. આઇ ઍમ ડિસ્ટરબિંગ. યુ નો ધેન રામ, સીતા ઍન્ડ દેર લક્સમન ક્વિકલી છોડિંગ અયોધ્યા.

સન : વાઉ સો લક્સમન ઇઝ ગોઇંગ ફૉર ધ ડિફેન્સ ઑફ ધૅટ ગાય્ઝ… લાઇક સુપરમૅન, હૉલોમૅન, એક્સમૅન, રાઇટ?

મૉમ : નો નો બેટા, ધે આર નૉટ ગાય’ઝ… ધે ટુ બૉય’ઝ ઍન્ડ વન લેડીઝ.

સન : ઇન્ટ્રેસ્ટિંગ! ધેન!

મૉમ : ધેન રાવન વૉઝ કમિંગ.

સન : હેય મૉમ, રા.વન ફ્રૉમ બૉલીવુડ? શાહરુખ અગેઇન ઇન ડબલ રોલ ઍટ ધૅટ ટાઇમ ઑલ્સો?

મૉમ : ના બાબા, શાહરુખની પેઢિયુ વૉઝ નૉટ બર્થ ઍટ ધૅટ ટાઇમ યુ નો. રાવન વૉઝ કિંગ ઑફ લંકા.

સન : સૉરી બટ લંકા મીન્સ?

મૉમ : અ… (વિચારીને…) લંકા ઇઝ લાઇક અવર વ્હાઇટ હાઉસ. રાવન હૅઝ ગોલ્ડન હાઉસ. બટ રાવન વૉઝ ખૂબ શક્તિશાળી. ઑલ ધ નવ ગ્રહ વૉઝ બાઉન્ડિંગ ઍટ હિઝ ઢોલીયા’ઝ. બટ રાવન વૉઝ ખતરનાક વિલન, યુ સી.

સન : ઓહ વિલન લાઇક ઓસામા બિન લાદેન?

મૉમ : એપ્સનૂટલી લાઇક લાદેન માય સન, પણ રાવન વૉઝ થાઉઝન્ડ ગણો રિચ ઍન્ડ શક્તિશાળી ધેન લાદેન ઍન્ડ યુ નો બેટા, રાવન્સ સિસ્ટર શૂપનખા વૉઝ કટિંગ ધ નોઝ બાય લક્સમન સો રાવન વૉન્ટ્સ ધ બદલા.

સન : હમ…મ…! ધેન?

મૉમ : ધેન રાવન કિડનૅપ સીતા ફ્રૉમ ચિત્રકૂટ.

સન : ઓહ! ચિત્રકૂટ ઇઝ લાઇક ઓકુર્ટ?

મૉમ : ના રે દીકરા, ડોન્ટ વચમાં આસ્કિંગ. આઇ ઍમ ભૂલી જાવિંગ વારતા. સીતા વૉઝ કિડનૅપ્ડ ઍન્ડ ધેન હનુમાન ગોઇંગ ટુ લંકા.

સન : હનુમાન મીન્સ ધ મંકી ગૉડ, ઇઝ ઇટ?

મૉમ : યા. યા. ધૅટ મંકી ગૉડ વૉઝ ફ્લાઇંગ ઍન્ડ બર્નિંગ ધ લંકા ઍન્ડ ગિવિંગ ધ મુદ્રિકા, અ વેડિંગ રિંગ ટુ સીતા. ધેન હનુમાન રિટન્ર્સ.

સન : લાઇક MUMMY RETURNS?

મૉમ : નો, ઍટ ધ એન્ડ ઑફ સ્ટોરી રામ-રાવણનું યુદ્ધ ઇઝ કમિંગ.

સન : યા-યા. વૉટ અ ક્લાઇમૅક્સ!

મૉમ : નો, રામાયણ ઇઝ નેવર કમિંગ ઑન ક્લાઇમેક્સ ઑર સેટમૅક્સ. ઇટ વૉઝ ઑન દૂરદર્શન. ધેન રામ-રાવણ વર ફાઇટિંગ… ફાઇટિંગ… ઍન્ડ ખૂબ ફાઇટિંગ. રામ રાવણને મારિંગ ઍન્ડ સીતાને રિટર્ન લાવિંગ. ધિસ ઇઝ ધ સ્ટોરી ઑફ રામાયણ બેટા..!

સન : યા થૅન્ક્યુ ફૉર એવરીથિંગ મૉમ, સ્ટોરી ઇઝ નૉટ બોરિંગ, બટ પ્લીઝ ડોન્ટ માઇન્ડ મૉમ, યુ આર અ બૅડ સ્ટોરી-ટેલર. યસ્ટરડે આઇ રેડ ધ વાલ્મીકિ રામાયના, બટ યુ આર ટોટલી ડિફરન્ટ. ઍન્ડ લિસન, યુ ફરગૉટ ધ લવ-કુશ સ્ટોરી ઍન્ડ વેલ… ડોન્ટ મિસગાઇડ મી, રામાનંદ સાગર વૉઝ ધ નૉટ ધ રાઇટર, તુલસી ઍન્ડ વાલ્મીકિ રોટ ધ રામાયના… આઇ વૉઝ જસ્ટ ચેકિંગ યૉર જનરલ નૉલેજ. યુ આર ફેલ મૉમ! સૉરી… ઍની વે, પ્લીઝ ટેક કૅર નેક્સ્ટ ટાઇમ.

મૉમ : હાય… હાય… તો તો મારે આ એક કલાકથી ભેંસ સામે ભાગવત થઈને?

સન : નો નૉટ ઍટ ઑલ મૉમ..! ભાગવત સામે ભેંસ થઈ, બબાય…!

Originally Published at gujaratimidday.com

11 Flares Twitter 0 Facebook 11 Google+ 0 11 Flares ×

Leave a Reply