તમે ક્યારેય ગાય નું છાણ ઓનલાઈન વેચાતું લીધું છે?

30 Flares Twitter 0 Facebook 30 Google+ 0 30 Flares ×

મિત્રો,

નવરાત્રી આવા ને થોડા દિવસો ની વાર હોય ત્યારે મારી બા (એટલે કે મમ્મી) મને એક તગારું લઇ ને શેરી એ શેરી એ થી ગાય નું છાણ ભેગું કરવા મોકલી દેતી અને કહેતી કે “આ તગારું ભરી ને છાણ લેતો આવ જે” એટલા જ શબ્દો સાંભળી ને કઈ પણ શરમ વગર હું અને મારી બહેન બન્ને, ગાય ની પાછળ પાછળ ફરી, ગાય ને પોદળો કરવા ની રાહ જોતા અને જેવો એ પોદળો કરે કે તરત જ તગારા માં ભરી લેતા.

છી…….. મને ખબર છે, તમે કઈક આવું જ અનુભવો છે, પણ એ કામ કરવા માં અમને બન્ને ભાઈ-બહેન ને મજ્જા આવતી. તગારું ભરી ને પોદળો ઘરે લઇ ને પહોચીએ એટલે મારી બા એ પોદળા ના ઘર ની દીવાલ પર છાણા થાપતી.

સમય વીત્યો અને અમને ભાઈ-બહેન ને હવે શેરી એ શેરી એ પોદળો ભેગા કરવા જવા માં શરમ પણ આવા લાગી. પણ નવરાત્રી માં ધૂપ કરવા છાણા તો હજી પણ જોતા હતા. તો હવે શું?

આ ઘડીએ અમારા દૂધ વાળા ભાઈ ગોવીંદ કાકા એન્ટ્રી મારે છે. અને આ એમેઝોન, ફ્લીપકાર્ટ અને સ્નેપડીલ વાળા ની જેમ 100 રૂપિયા માં 100 છાણા ની ઓફર લઇ ને આવે છે અને મારી હરખઘેલી બા એ આ સ્કીમ પરચેસ કરી લે છે.

અને હવે એક દાયકા પછી, લાગે છે કે ગોવીંદ કાકા ઓનલાઈન થઇ ગયા છે. અને ઓનલાઈન દુકાન પર 280 રુપીયા ના 24 છાણા વહેંચે છે.

cow dung cake

કેવી અજબ ગજબ દુનિયા. નવરાત્રી ઓફર, દિવાળી ઓફર અને જાત જાત ની બીજી ઘણી ઓફર લાવી ને સસ્તી વસ્તુ મોંઘા ભાવે વહેચે છે, અને આપડા જેવા વધારે હોશિયાર લોકો મૂરખ બની જાય છે. જો જો ઓનલાઈન ખરીદી કરતી વખતે ક્યાંક કોથળા માંથી બિલાડું નો નીકળે એનું ધ્યાન રાખજો.

અને હા આ મારી બ્લોગ પોસ્ટ ને શેર કરવા નું ભૂલતા નહિ.

30 Flares Twitter 0 Facebook 30 Google+ 0 30 Flares ×

Leave a Reply